

પૈસા કમાવવા સૌ કોઇ ઇચ્છે છે પણ સફળ એ લોકો જ થાય છે જેમની પાસે ક્રિએટિવ આઇડિયા હોય છે. જો આપની પાસે પણ આવો કોઇ બિઝનેસનો કોઇ ખાસ આઇડિયા તો મોદી સરકાર કરશે તમારી મદદ. આજે અમે આપને એક એવાં બિઝનેસ વિશે જણાવીશું જેની શરૂઆત કરવી સહેલી છે અને સાથે સાથે તે તમને ભરપુર રૂપિયા પણ કમાઇ આપશે.


અમે વાત કરી રહ્યાં છીએ સાબુનાં બિઝનેસની. સાબુનો બિઝનેસ એવો બિઝનેસ છે જેને આપ ફક્ત 4 લાખ રૂપિયાનાં રોકાણથી શરૂ કરી શકો છો. આ સાબુ બનાવવાની ફેક્ટરી લગાવવામાં આપનાં ચાર લાખ રૂપિયા જશે. ત્યારે નજર કરીએ આ બિઝનેસ શરૂ કરવા તમને શેની જરૂર પડશે.


આ બિઝનેસ માટે આપને 7 મહિનાનો સમય લાગશે<br />સાત મહિનામાં તમે સાબુ બનાવવાનાં વેપારની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી પ્રોડક્શન શરૂ કરી શકો છો. મુદ્રા સ્કીમનાં પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ પ્રમાણે આપ એક વર્ષમાં આશરે 4 લાખ કિલોનું પ્રોડક્શન કરી શકો છો. જેની કૂલ વેલ્યુ આશરે 47 લાખ રૂપિયા થશે.અને તે પાછ ખર્ચ અને અન્ય રોકાણ બાદ કરતાં તમને 6 લાખ રૂપિયાનો ફાયદો થશે.


1 લાખ રૂપિયામાં આવશે મશિન અને સામાન<br />આ યૂનિટ લગાવવામાં આપને કૂલ 750 સ્ક્વેર ફૂટ એરિયાની જરૂર પડશે. જેમાં 500 સ્ક્વેર ફીટ ક્વર્ડ અને બાકીની અન કવર્ડ હશે. આ મશીન સહિત કૂલ 8 ઇક્વિપમેન્ટ લાગશે. મશીન અને તે માટેનાં સામનની કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ થશે.


80% સુધીની મળશે લોન<br />આ બિઝનેસ માટે આપને 80 ટકા સુધીની લોન મળી શકે છે. આ કામમાં મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના આપને મદદરૂપ થઇ શકે છે. મુદ્રા યોજના હેઠળ આપને ન ફક્ત લોન મળશે પણ બિઝનેસનો સંપૂર્ણ પ્રોજેક્ટ પણ તૈયાર થશે.


કૂલ ખર્ચમાં આપે ચૂકવવા પડશે આટલા રૂપિયા<br />આ આખા સેટઅપ માટેઆપનાં કૂલ 15 લાખ 30 હજાર રૂપિયા ખર્ચો થશે. જેમાં જગ્યા, મશીનરી ત્રણ મહિનાની વર્કિંગ કેપિટલ શામેલ છે. આ માટે આપને ફક્ત 3,82,000 રૂપિયા ચુકવવા પડશે. કારણ કે બાકીની રકમની આપને લોન મળી જશે.