

મેહુલ સોલંકી, કચ્છ : ભચાઉનાં નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભીષણ આગ (Fire) લાગી છે. આ દુર્ઘટનામાં અંદર કોઇ ફસાયાનાં સમાચાર સામે આવ્યાં નથી. 10થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ ભયંકર આગ કયા કારણોસર લાગી છે તેની હજી જાણ નથી થઇ.


આ મામલે મળતી માહિતી પ્રમાણે ભચાઉનાં નંદગામમાં આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ કંપની પ્લાસ્ટિકનું મટિરિયલ બનાવતી હતી. જેમાં કોઇ કારણોસર મોડી રાતે આગ ભભૂકી ઊઢી છે. જોકે, આ દુર્ઘટનામાં કોઇ હાલ કોઇ જાનહાનીનાં સમાચાર મળતા નથી.


હાલ 10થી વધુ ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આ કોલને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.


મોડી રાતે લાગેલી આગને કારણે આસાપાસની કંપનીઓનાં માલિકોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં. અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.