1/ 5


અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં ગઇકાલે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતાં ફાયર વિભાગનાં 10થી વધુ ફાયર ફાયટર ત્યાં પહોંચ્યાં હતા. આ ભીષણ આગનું હજી કારણ સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેની વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી.
2/ 5


આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાતે અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ કંપનીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગની લપેટો દૂરથી દેખાતી હતી.