

બીજેપી સરકારે પોતાના સંકલ્પ પત્રમાં ખેડૂતોની આવકને બેગણી કરવાનું વચન આપ્યું છે. મોદી સરકારે ફેબ્રુઆરી 2016માં લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. કે 2022 સુધી ખેડૂતોની આવકને બે ગણી કરીશું. આમ છતાં 13 એપ્રિલ 2016 સુધી ડબલિંગ ફાર્મર્સ ઇનકમ કમિટીની રચના કરવામાં આવી હતી. જેણે જણાવ્યું કે, ખેડૂતોની આવક બે ગણી કેવી રીતે થશે. આવક વધારવાના પ્રયત્નો ચાલું છે. આવી સ્થિતિ વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પાર્ટીએ આ વચનનું પુનઃરાવર્તન કર્યું છે.


સવાલ એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આવક કેટલી વધી. સાંસદોના એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે, ખેડૂતોની આવક પહેલાની તુલનામાં વધી છે. આવક ડબલિંગ કમિટીના હવાલાથી કૃષિ મંત્રાલયને એક રીપોર્ટ સંસદમાં રજી કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ યોજના ખેડૂતોની આવક બે ગણી કરવાની છે. આ ચૂંટણી વર્ષે એટલે વિપક્ષ પૂછી રહ્યો છે કે ખેડૂતોની આવકમાં કેટલો વધારો થયો છે. સાંસદ પિનાકી મિશ્રા, રાહુલ કસ્વાં અને જોએસ જોર્જે સંસદમાં આ સાથે સંકળાયેલો પ્રશ્ન પૂછ્યો. જેનો જવાબ કૃષિ અને કિસાન કલ્યાણ રાજય મંત્રી પુરુષોત્તમ રૂપાલએ આપ્યો છે.


રૂપાલાએ જણાવ્યું હતું કે નેશનલ સેપલ સર્વે ઓર્ગેનાઇઝેશન (એનએસએસઓ)એ દેશના ગ્રામિણ વિસ્તારોમાં 2012-2013માં સર્વે કર્યો હતો. જેમાં કૃષિ પરિવારની શરેરાશ માસિક આવક 6426 રૂપિયાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.


જોકે, 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાની રણનીતિ સંબંધી રિપોર્ટ રજૂ કરનારી સમિતીએ 2015-16ની કિંમતો ઉપર વર્ષ 2012-13ના સર્વે પરિણામોને વર્ષ 2015-16 ઉપર વિસ્તાર કરતા દર્શાવ્યું છે. ખેડૂતોની આવક પ્રતિ વર્ષ 96,703 રૂપિયા થાય છે. એટલે કે 8058.58 રૂપિયા પ્રતિ મહિનો થાય છે.


ખેડૂતોની આવકમાં વૃદ્ધિ દર્શાવતો વધુ એક રિપોર્ટ આવ્યો છે. આવ્યો છે. નાબાર્ડ (નેશનલ બેન્ક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ)નો રીપોર્ટ છે. જેમાં ઇન્ડિયા રૂરલ ફાઇનેશિયલ ઇનક્લૂઝન સર્વે (NAFIS) પ્રમાણે વર્ષ 2016-17માં ભારતના ગામમાં રહેતા એક ખેડૂત પરિવારની માસિક આવક 8931 રૂપિયા છે. એટલે કે એનએસએસઓના 2012-2013ના સર્વેમાં નિકળતી સામાન્ય આવક (6,426)ની તુલનામાં માસિક આવક 2505 વૃદ્ધિ નોંધાઇ છે.