

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) એ સુધારેલા મોબાઇલ નંબર પોર્ટેબિલિટી(mobile number portability process) પ્રક્રિયા માટે મંગળવારે (10 ડિસેમ્બર) જાહેર નોટિસ ફટકારી છે. આ 16 ડિસેમ્બરથી પોર્ટિંગ પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવશે.


એમએનપી હેઠળ કોઈપણ યૂઝર સરળતાથી તેમના મોબાઇલ ઓપરેટરને બદલી શકે છે અને તેમનો મોબાઇલ નંબર સમાન રાખી શકે છે.


નવી પ્રક્રિયા યુનિક પોર્ટિંગ કોડ (UPC)ની રચનાની શરત સાથે રજૂ કરવામાં આવી છે. નવા નિયમ હેઠળ જો કોઈ વ્યક્તિ સેવા ક્ષેત્રની અંદર કોઈ પોર્ટ કરાવવાની વિનંતી કરે છે, તો તે 3 કાર્યકારી દિવસોમાં પૂર્ણ કરવું પડશે. એક સર્કલથી બીજા સર્કલમાં પોર્ટની વિનંતી 5 કાર્યકારી દિવસોમાં પૂર્ણ કરવું આવશ્યક છે.


ટ્રાઇએ સ્પષ્ટ કર્યું છે કે કોર્પોરેટ મોબાઇલ કનેક્શન્સની પોર્ટિંગ ડેડલાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


ટ્રાઇએ કહ્યું કે એમએનપી પ્રક્રિયામાં સુધારા કરવામાં આવ્યા છે. સુધારેલી એમ.એન.પી. પ્રક્રિયામાં, યુ.પી.સી. ત્યારે જ બનાવવામાં આવશે જ્યારે ગ્રાહક તેમનો મોબાઇલ નંબર પોર્ટ કરાવવા માટે પાત્ર છે.


સુધારેલી એમએનપી પ્રક્રિયા 16 ડિસેમ્બરથી અમલમાં આવશે. મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ યુપીસીને ક્રિએટ કરી શકશે અને મોબાઇલ નંબર પોર્ટિંગ પ્રક્રિયાનો લાભ લઈ શકશે.