ફેસબુક પર ચેટ કરતી વખતે મોબાઇલ ફાટ્યો, યુવક માંડ માંડ બચ્યો
સોશિયલ મીડિયા પર કલાકો સુધી ચેટિંગ કરતી વખતે ધ્યાન રાખવું કે તમારો ફોન જરૂર કરતા વધારે ગરમ તો નથી થઈ રહ્યો ને? જો આવું થતું હોય તો તેને તાત્કાલિક સર્વિસ સેન્ટરમાં લઈ જવો તમારા હિતમાં છે. આવું નહીં કરવા પર ક્યારેક મોટી દુર્ઘટના ઘટી શકે છે.
1/ 5


જો તમે સોશિયલ મીડિયામાં ચેટ કરો છો તો હવે જરા સાવધાન થઈ જાવ. કારણ કે તમારો મોબાઇલ ફોન ફાટી શકે છે. તમે વિશ્વાસ નહીં કરો પરંતુ એક યુવક સાથે આવું જ થયું છે.
2/ 5


કૈથલના ભાણા ગામનો યુવક દેવેન્દ્ર જ્યારે પોતાના મોબાઇલથી ફેસબુક પર ચેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો મોબાઇલ ગરમ થવા લાગ્યો હતો. થોડા સમય પછી મોબાઇલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જે બાદમાં દેવેન્દ્રએ મોબાઇલને જમીન પર ફેંકી દીધો હતો.
3/ 5


નીચે ફેંકતા જ મોબાઇલ ધડાકાભેર ફાટી ગયો હતો. સદનસિબે ફોન ફાટવાને કારણે દેવેન્દ્રને કોઈ ઇજા થઈ ન હતી. પરંતુ જો તે ફોનને જમીન પર ન ફેંકતો તો તેની સાથે મોટી દુર્ઘટના ઘટી શકતી હતી.
4/ 5


દેવેન્દ્રએ જ્યારે કંપનીના સર્વિસ સેન્ટરમાં જઈને આ અંગે વાત કરી ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે મોબાઇલની વોરંટી પૂર્ણ થઈ ગઈ છે. આથી તેને સરખો કરવા માટે ચાર્જ ચુકવવો પડશે.