

કેન્દ્ર સરકારે ચીની એપ પર બેન લગાવાના નિર્ણય લેતા જ ગત થોડા દિવસોમાં કેટલાક ભારતીય એપ્સ ઝડપથી પોપ્યુલર થઇ રહ્યા છે. થોડા સમયમાં જ Mitro એપમાં યુર્ઝસની માત્રામાં મોટો વધારો જોવા મળ્યો છે. નવાઇની વાત એ છે કે Tiktokથી વધુ Mitron એપમાં યુઝર્સ વધ્યા છે. રોજના ટ્રાફિકમાં 11 ગણો વધારો જોવા મળે છે. જેનાથી તમને તમારી પોપ્યુલારિટીનો અંદાજો લાગી શકે છે. થોડા જ દિવસમાં આ એપને પ્લે સ્ટોર પર 25 મિલિયન એટલે કે 2.5 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કર્યો છે. અને આંકડો વધી રહ્યો છે. રોજના 10 લાખ વીડિયો આ પ્લેટફોર્મ પર ક્રિએટ થઇ રહ્યા છે.


Mitron એપએ ગૂગલ પ્લે સ્ટોરમાં આ વર્ષે એપ્રિલમાં જ પ્રવેશ કર્યો છે. અને તેના ડિવલોપર્સે કહ્યું કે મિત્રો એપથી દર કલાકે 4 કરોડથી વધુ વીડિયોને જોવામાં આવી રહ્યા છે.


એપના પાકિસ્તાની હોવાના દાવાની વચ્ચે Mitron એપને પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવ્યો હતો. પણ ત્રણ દિવસ પછી મિત્રો એપ ફરી પ્લે સ્ટોર પર પાછો આવ્યો હતો. હવે ગૂગલ પ્લે સ્ટોર પર જઇને તમે પણ આ એપને ડાઉનલોડ કરી શકો છો. ગત મહિનાની શરૂઆતમાં આ એપને 3.9 સ્ટાર રેટિંગ સાથે 300,000 રિવ્યૂ મળ્યા હતા.


એપને તેની પ્રમોટર વેબસાઇટમાં પણ અપટેડ કરવામાં આવ્યું છે. મિત્રોની પ્રાઇવસી પોલીસી પણ અપટેડ કરવામાં આવી છે. તેમાં GDPR ડેટા પ્રોટેક્શન રાઇટ્સ પર એક નવું પેજ જોડવામાં આવ્યું છે. વર્તમાનમાં આ એપને એપ સ્ટોર પર 4.5 સ્ટાર રેટિંગ મળેલી છે. અને તે સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપની કેટેગરીમાં ટોપ એપ્સમાં સામેલ છે.


ઉલ્લેખનીય છે કે આ એપને ટિકટોકના ભારતીય સંસ્કરણના રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. મિત્રો એક શોર્ટ વીડિયો મેકિંગ એપ છે. તે પૂરી રીતે ફ્રી છે. આ એપમાં ટિકટોક જેવા ફિસર્ચ મળે છે. અને યુઝર્સ પોતાના વીડિયો બનાવીને શેર પણ કરી શકે છે. વળી અલગ અલગ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને ડાયલોગ્સનો પણ ઉપયોગ કરી શકાય છે.