

આજે (10 નવેમ્બર) શિયોમીની (Mi Super Sale) નો અંતિમ દિવસ છે. આ સેલ 5 નવેમ્બરથી શરૂ થયો હતો. સેલમાં ગ્રાહકો શિયોમીના લોકપ્રિય, નવા, જૂના તમામ કેટેગરીના સ્માર્ટફોન પર એક મોટી છૂટ મેળવી શકે છે. શિયોમીની સત્તાવાર વેબસાઇટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સેલમાં કંપનીના સૌથી વધુ વેચનારા સ્માર્ટફોન પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.


રેડમી નોટ 7 પ્રો લોકપ્રિય ફોનને ખરીદવા પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Mi.કોમ પર અપાયેલી માહિતી મુજબ આ ફોન 16999 રૂપિયાના બદલે માત્ર 11,999 રૂપિયામાં ખરીદી શકાય છે.


કંપનીનો બજેટ ફોન કંપની રેડમી 7 એ પર છૂટ આપી રહી છે. આ સેલમાં 6,499 રૂપિયાવાળા ફોનને ફક્ત 5,499 રૂપિયામાં ઘરે લાવી શકાય છે.


શિયોમીનો રેડમી કે 20 ફોન તાજેતરમાં જ લૉન્ચ કર્યો છે. આપેલી માહિતી પ્રમાણે આ ફોનની કિંમત 22,999 રૂપિયા છે, પરંતુ તે ફક્ત 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે.


રેડમી કે 20 પ્રો ફોન શિયોમીનો લેટેસ્ટ ફોન છે. આ ફોનની કિંમત 28,999 રૂપિયા છે, પરંતુ સેલમાં તે ફક્ત 25,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.


Redmi Go ફોન પણ બજેટ સેગમેન્ટની યાદીમાં છે, તેની કિંમત 5 હજારથી ઓછી છે. આ ફોનની કિંમત 5,999 રૂપિયા છે, પરંતુ તે સેલમાંથી ફક્ત 4,499 રૂપિયામાં ખરીદી શકાય છે.