

ગત ઘણાં સમયથી તનુશ્રી દત્તા ચર્ચામાં છે. #MeToo કેમ્પેઇન હેઠળ તેમણે નાના પાટેકર પર યૌન ઉત્પીડનનાં આરોપ લગાવ્યા હતા. જે બાદથી અત્યાર સુધી ઘણું બધુ કહેવામાં આવી ચુક્યુ છે. તેમાં રાખી સાવંત પણ તનુશ્રી દત્તા પર અલગ અલગ આરોપો લગાવી ચુકી છે. આ તમામ આરોપોલનો જવાબ તનુશ્રી દત્તાએ એક નિવેદન આપીને આપ્યો છે.


તેણે કહ્યું કે, ન હું કોઇપ્રકારનાં ડ્રગ્સની એડિક્ટ છું. ન તો હું સિગરેટ પીવું છુ ન તો દારુ. હું લેસ્બિયન તો જરાં પણ નથી. હું આ પિતૃસત્તાત્મક સમાજમાં મારા હક માટે લડવા તૈયાર એક સંપૂર્ણ મહિલા છું. જે લોકો મારી છબીને ખરાબ કરી મને ચુપ કરવવા ઇચ્છે છે તેમને એટલું જ કહેવા ઇચ્છુ છુ કે, તેમના આ પ્રયાસ કામ નહીં કરે. તેની આગળ તનુશ્રીએ ગુજારિશ કરતાં કહ્યું કે, આટલા ગંભીર આંદોલનનો મજાક ન બનવા દેવું જોઇએ. આ આંદોલન આપણા સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવી શકે છે.


આપને જણાવી દઇએ કે, રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવાની સાથે એક ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી તનુશ્રી પર આરોપો લગાવ્યા હતાં. તેણે નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવવા બદલ તનુશ્રીની આલોચના કરી હતી. રાખીએ ચોકાવનારા ખુલાસા કરતા કહ્યું કે, 'ફિલ્મ 'હોર્ન ઓકે પ્લિઝ'નાં સોન્ગમાં મે તનુને રિપ્લેસ કરી હતી. તનુશ્રીએ ફિલ્મનું સોન્ગ શૂટ કરવાનું શરૂ કર્યુ અને વચ્ચેથી જ તે છોડી દીધુ'


તનુશ્રી દત્તા પર આરોપ લગાવતા રાખીએ કહ્યું કે, 'જ્યારે હું આ સોન્ગની શૂટિંગ માટે ગઇ હતી. ત્યારે તનુશ્રી ડ્રગ્સ લઇને વેનમાં ચાર કલાક બેભાન પડી હતી. રાખીએ કહ્યું હતું કે, તે દારુ પીવે છે અને લેસ્બિયન છે. એવામાં તનુશ્રી દત્તાએ હાલમાં જ જારી નિવેદનમાં રાખી સાવંતનાં આરોપોનો જવાબ માનવામાં આવી રહ્યો છે.'