

#MeToo અભિયાન હેઠળ બોલિવૂડમાં હાલમાં ઘણી મહિલાઓ પોતાની સાથે બનેલી ઘટના અંગે જાહેરમાં વાત કરી રહી છે. હવે આ લિસ્ટમાં સાજીદ ખાન જેવું મોટુ નામ પણ જોડાઇ ગયુ છે તો તેની અસર તેનાં ફિલ્મી કરિઅર પર પણ પડી છે. સાજીદ ખાનનાં ડિરેક્શનમાં બની રહેલી હાઉસફૂલ-4 પર તવાઇ આવી ગઇ છે. ફિલ્મનાં લિડ એક્ટર અક્ષય કુમારે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. કારણ કે ફિલ્મને ડિરેક્ટ સાજીદ ખાન કરે છે તો ફિલ્માં નાના પાટેકર પણ લિડ રોલમાં છે.


અક્ષય કુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે જ્યાં સુધી બંને પર લાગેલા ગંભીર આરોપો અંગે તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેણે શૂટિંગ કેન્સલ કરવા જણાવી દીધુ છે.


અક્ષયે ટ્વિટમાં લખ્યું છે કે, ગત રાત્રે દેશમાં પરત આવ્યો જે બાદ તમામ સમાચાર વાંચીને મને પરેશાની થઇ ગઇ છે. મે 'હાઉસફુલ-4'નાં પ્રોડ્યુસરને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી શૂટિંગ કેન્સલ કરવા કહ્યું છે આવી વસ્તુઓ વિરુદ્ધ કડક એક્શન લેવાવાં જોઇએ. હું કોઇપણ આરોપી સાથે કામ નહીં કરું. જેનાં પર હેરેસમેન્ટનો આરોપ છે. તમામને ન્યાય મળવો જોઇએ.'


આ આખી ઘટના બાદ સાજિદ ખાને પણ ટ્વિટ કરીને પોતાનો પક્ષ મુક્યો છે તેણે લખ્યું છે કે, 'મારા વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યાં છે. મારા પરિવાર, ફિલ્મ 'હાઉસફુલ-4'નાં પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે મે નૈતિકાના દ્રષ્ટિએ જવાબદારી લેતા હાઉસફુલનું ડિરેક્શન છોડી રહ્યો છે. જ્યાં સુધી મારા પર લાગેલા આરોપો શાંત કરીને સત્ય સાબિત નથી કરતો ત્યાં સુધી મીડિયા અને મિત્રોને કહેવા માંગીશ કે સત્ય આવવા સુધી કોઇ નિર્ણય ન સંભળાવી દો.'