મહેસાણા : વડનગરમાં પુરાતત્વ વિભાગ ઘણાં વર્ષોથી ખોદકામ કરી રહ્યા છે. જેમા અત્યાર સુધીમાં ઘણાં અવશેષો મળ્યા છે. થોડા સમય પહેલા ઋષિની તપસ્ચર્યા કરતી મૂર્તિ મળી આવી હતી. ત્યારે લૉકડાઉન બાદની કામગીરીમાં કોઇ દિવાલ જેવી પ્રતિકૃતિ મળી આવી છે.
2/ 4
વડનગરનાં અંબાજી કોઠા રેલવે ફાટક પાસે આવેલા સોમનાથ મહાદેવ મંદિર પાસે પુરાતત્વ વિભાગનું લૉકડાઉન બાદ ખોદકામની કામગીરી શરૂ કરી છે. જેમા રોજના 30 જેટલા મજૂરો કામ કરી રહ્યાં છે. આ ઉત્તખનનની કામગીરીમાં પહેલા પણ બૌદ્ધ અવશેષો મળ્યા હતા.
3/ 4
આ પહેલા પણ બૌદ્ધ મુનિઓના મઠ, કુટીરો, ગુંબજ વગેરે મળ્યા હતા. આ સાથે દિવાલ, ગુફા જેવુ કંઇક, છત્રી જેવા આકારના ગુંબજો મળ્યા હતા. જ્યારે એક દિવાસમાં બારી જેવા આકારનું પણ જોવા મળ્યું હતું.
4/ 4
આ અંગે પુરાતત્વ વિભાગ દ્વારા કંઇપણ કહેવાની ના પાડી દીધી છે. આ ઐતિહાસિક નગરીમાં બૌદ્ધ વસ્તુઓ મળતા અહીં પહેલા બૌદ્ધિષ્ઠો વસતા હોય તેવુ લાગી રહ્યું છે.