મહેસાણા/સુરેન્દ્રનગર: રાજ્યમાં આજે અકસ્માતના બે બનાવમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. મહેસાણા જિલ્લા અને ધ્રાંગધ્રા હાઇવે પર થયેલા અકસ્માતમાં કુલ બે લોકોએ જીવ ગુમાવ્યો છે. મહેસાણામાં કાર પલટી જતાં યુવકનું મોત થયું છે, જ્યારે ધ્રાંગધ્રામાં બાઇક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મૃત્યું થયું છે. અન્ય એક અકસ્માતમાં વડોદરામાં સ્કૂટર અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
2) સુરેન્દ્રનગરમાં અકસ્માત: બીજો એક અકસ્માત માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર હરિપર પાસે બન્યો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું છે. બનાવમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી પ્રમાણે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક અકસ્માતમાં ઘાયલ થયેલી બે અન્ય વ્યક્તિને સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
3) વડોદરા અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે: વડોદરામાં થયેલા ગમખ્વાર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બાઇક અને સ્કૂટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં બંને વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા. વડોદરા શહેરનો આ વાયરલ વીડિયો વડોદરા સેન્ટ્રલ નજીકનો હોવાની ચર્ચા થઈ રહી છે.