ગુજરાતની આગવી સંસ્કૃતિ ધરાવતું ઉત્તર ગુજરાતની ધરાતળ પર મોઢેરા સૂર્યમંદિરના પરિસરમાં રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે દિવસય ઉત્તરાર્ધ મહોત્સવ આગામી તારીખ 20 અને 21 જાન્યુઆરી 2023 ના રોજ મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે સાંજે 6:30 કલાકથી પ્રારંભ થનાર છે.
ગુજરાતી સંસ્કૃતિને ઉન્નત સ્વરૂપ આપી પરમાત્માની ચરણે રજુ કરી કલાને સૌંદર્ય દ્વારા પરમાત્મા સ્વરૂપ સાથે એકતાને સાધન કહેવાય છે. નૃત્ય એટલે આત્માનું સંગીત ઊર્મિઓના અતિરેકને કારણે શરીરની ભાવભંગીમાં અને અભિનય દ્વારા વ્યક્ત કરાતું કલાનું માધ્યમને હજારો વર્ષ થયા છે. આપણી સંસ્કૃતિ નૃત્ય ની પવિત્રતામાં રજૂ થાય છે .જેનું રસપાન કલા પ્રેમીઓ કરતા હોય છે.
ભારતના શ્રેષ્ઠ નૃત્યમાં કુચીપુડી, ભરતનાટ્યમ, મણિપુરી, કથકલી એમ ચાર મુખ્ય પ્રકારો છે.વાત કરીએ કુચીપુડી નૃત્યશૈલીનો પ્રારંભ આંધ્ર પ્રદેશમાં થયો હતો. પ્રાચીન સમયમાં આંધ્ર પ્રદેશ નૃત્ય નાટક સંગીત અને વિદ્યાનું મોટું કેન્દ્ર હતું યક્ષ જ્ઞાનમ નામે એક નાટ્ય પ્રકારનો ઉદય પણ અહીં જ થયો હતો. જો કે આ નૃત્ય શૈલી આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થઈ થયો હતો.
આજે એ પરંપરા હજી પણ ચાલુ છે અને એટલેજ આ નૃત્યનું નામ કુચીપુડી છે. કુચીપુડી નૃત્ય શૈલીમાં શૃંગારને પ્રાધાન્ય આપ્યું છે. તેથી ઘણી નૃત્યાંગનાઓને તે આકર્ષથી રહી છે.પુરુષ પ્રધાન અને બહુ પાત્રીય છે. યામિની કૃષ્ણમૂર્તિ શોભા નાયડુ વગેરે આણ્વીય શૈલીના ખ્યાતી પ્રાપ્ત નૃત્યકારો છે અને હવે વાત કરીએ મણિપુરી નૃત્યની તો મણિપુરી નૃત્ય ઉત્તર ઈશાન ભારતનું લોકપ્રિય નૃત્ય છે.