Tribute to Dog: માણસ (Human) અને શ્વાનનો (Dog) નાતો સદીઓ જૂનો છે. શ્વાન ફક્ત કોઈ પાલતું પશુ નથી પરંતુ માણસનો પરમ મિત્ર અને સાચો સાથી છે. આજના યુગમાં માનવીય સંવેદનાઓની ઓટ જોવા મળતી હોય છે ત્યારે મહેસાણાના (Mehsana) કડી (Kadi) તાલુકાના કરણનગર (Karannagar) ગામે કરૂણાનો એક અદભૂત દાખલો જોવા મળ્યો છે. અહીંયા જોવા મળતી મહિલાઓ કોઈ મોભીના અવસાન બાદ નહીં પરંતુ શ્વાનના અવસાન બાદ બેસણામાં (Prayers Meet for Street dog) આવી છે.
[caption id="attachment_1190882" align="alignnone" width="1080"] કરણનગરના વડીપાટીવાસમાં એક શેરીમાં રહેતા શ્વાનનું કુદરતી અવસાન થયું હતું. 'ભૂરિયો બ્રહ્મચારી' નામના 7 વર્ષના શ્વાનનું કુદરતી અવસાન થઈ જતા મહિલાઓએ તેની પાછળ વાસમાં બેસણું રાખ્યું હતું. મહિલાઓએ શોક પાળી અને તેની આત્મની શાંતિ માટે રામધૂન કરી હતી.</dd> <dd>[/caption]