Home » photogallery » mehsana » મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

Tana-Riri Mahotsav 2021: પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ (Padmashee kavita krushnamurthi) અને સુશ્રી ડૉ. વિરાજ અમર ભટ્ટને (dr. viraj amar bhatt) એનાયત આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક,શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત.

  • 110

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    કેતન પટેલ, વડનગરઃ ભારતીય સંગીતની (Indian music) સરવાણીનું મૂળ ભારતની સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક વિરાસતમાં (Indian culture and its spiritual heritage) રહેલું છે તેવું આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેનદ્રભાઇ પટેલે (Gujarat CM bhupedra Patel) વડનગર (Vadnagar) ખાતે તાના-રીરી કાર્યક્રમ (Tana-riri mahotsav) ખુલ્લો મુક્યો હતો. તાના-રીરી એવોર્ડ વર્ષ-2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ, મુંબઇ અને સુશ્રી ડૉ. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવનાર છે. આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.જેમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક,શાલ અને તામ્રપત્ર ઉપરાંત મોમેન્ટો આપવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 210

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. સૌ કલા સાધકો,કલા રસિકો અને વડનગર વાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આપણા લોકસંગીત,ભક્તિસંગીત,શાસ્ત્રીય કે સુગમ સંગીત હરેક સંગીતમાં આત્માથી પરમાત્માના સ્નેહનો અતુટ નાતો સ્વર સંગીતના સેતુથી રચાય છે.

    MORE
    GALLERIES

  • 310

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    બૌધ્ધ વિરાસતના અવશેષો સાચવીને બેઠેલું વડનગર સંગીત, કલા, ગાયન, વાદન, નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત છે.તેવુ જણાવી સોળમી સદીના આધ્યકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દિકરી શર્મિષ્ઠાની બે દિકરીઓ તાના-રીરી આ વડનગર ભૂમિમાં જન્મ લઇને સંગીતની આકરી આરાધનાથી રાગ- રાગણીઓનો ભક્તિ ભાવથી સત્કાર કર્યો છે.તેમણે તાના-રીરી બહેનોને ઐતિહાસિક વાત કરી જણાવ્યું હતું કે આ ગુર્જર નારી રત્નોની આત્મ સન્માન સ્વભિમાનની ગાથા તાના-રીરીએ સદાકાળ અમર કરી દીધી છે.

    MORE
    GALLERIES

  • 410

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    કલા,સાહિત્ય,સંસ્કૃતિ,સંગીતની વિરાસત રાજ્યઆશ્રિત ક્યારેય ના હોવો જોઇએ,રાજ્ય પુરસ્કૃતિત જ હોવો જોઇએ તેવો અમારો સ્પષ્ટ મત છે તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠ બળ આપીને આવી કલા પ્રવૃતિનું જતન,સંવર્ધન અને માવજતનું દાયિત્વ નિભાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિધાલય પરફોર્મિગ આર્ટસ કોલેજ વડનગર ખાતે શરૂ કરવામાં આવી છે.આ કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ મ્યુઝિક અને ભારતીય નૃત્ય પરંપરાના છ મહિનાના ટુંકા કોર્ષ ચાલી રહ્યા છે.તેમજ ડિગ્રી ડિપ્લોના અભ્યાસક્રમોનો આયોજન છે. હાલ 130 વિધાર્થીઓ અભ્યાસ કરી પારંગત થઇ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 510

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને- પ્રોત્સાહન આપીને પીઠબળ આપીને આવી કલા-પ્રવૃતિનું જતન સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે તેવું કહિ તેમણે વડનગરની પુણ્યધરા ઉપરથી તાના-રીરી એવોર્ડથી સન્માનીત થયેલા બે સિધ્ધહસ્ત સંગીતજ્ઞ નારી રત્નોને ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 610

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    અત્રે ઉલ્લેખનીય છેકે તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ના વર્ષમાં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ દ્વ્રિ-દિવસીય મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. તાના-રીરી મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત 2010માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્બભાઇ મોદીએ કરી હતી. તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ, 2010માં પ્રથમ વર્ષે ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને તત્કાલીન માન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 710

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    તાના-રીરી એવોર્ડ વર્ષ-2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ, મુંબઇ અને સુશ્રી ડૉ. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવનાર છે. આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.જેમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક,શાલ અને તામ્રપત્ર ઉપરાંત મોમેન્ટો આપવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 810

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    તાના-રીરી મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં પ્રથમ દિવસે પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ,સુશ્રી ડો વિરાજ અમરભટ્ટ દ્વારા ગાયન અને ડો એલ સુબ્રમણ્યમ દ્વારા વાયોલીન વાદનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ 120 ભૂંગળ વાદકોએ 05 મિનિટ સમુહ ગાન ગાઇ વિશ્વ રેકોર્ડ રચ્યો હતો તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું

    MORE
    GALLERIES

  • 910

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ 2011માં બીજા વર્ષે પદ્મભૂષણ સુશ્રી ગિરિજાદેવીને અર્પણ કરવામાં આવ્યો હતો. 2012માં કિશોરી અમોનકર, 2013માં સુશ્રી પરવિન બેગમ સુલતાન તેમજ વર્ષ 2014નો એવોર્ડ ડૉ .પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો. 2016માં શ્રીમતી વિદૂષી મંજુબહેન મહેતા, અમદાવાદ અને ડૉ શ્રીમતી લલિત જે. રાવન મહેતા, બેંગ્લોરને અર્પણ કરાયો હતો.

    MORE
    GALLERIES

  • 1010

    મુખ્યમંત્રીએ Tana-riri mahotsavને ખુલ્લો મુક્યો, પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત

    2017માં આ એવોર્ડ પદ્મભૂષણ ડૉ.શ્રીમતી એન.રાજમ અને સુશ્રી વિદૂષી રૂપાંદે શાહને અર્પણ કરાયો. જ્યારે 2018માં પદ્મશ્રી આશા ભોંસલેને અર્પણ કરવામાં આવ્યો હતો. 2019માં આ એવોર્ડ સુશ્રી અશ્વિની ભીંડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને અર્પણ કરાયો હતો. તાનારીરી એવોર્ડ-2020 સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી અનુરાધા પોંડવાલ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો હતો.

    MORE
    GALLERIES