કેતન પટેલ, મહેસાણાઃ ગુજરાતમાં આત્મહત્યા કે આત્મહત્યાના પ્રયાસના અનેક કિસ્સાઓ બનતા રહે છે ત્યારે ઉત્તર ગુજરાતમાં (north Gujarat) આત્મહત્યાના (suicide attempt) પ્રયાસનો કિસ્સો બન્યો હતો. મહેસાણા જિલ્લાના (mehsana news) બહુચરાજીમાં આવેલી શાળાના શિક્ષકે ચાલુ શાળા (teacher drink poison) ઝેરી દવા પી લીધી હતી. જેના પગલે સમગ્ર શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, દાવા પીધા બાદ શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેઓ સારવાર હેઠળ છે.