કેતન પટેલ, મહેસાણાઃ ભારત રત્ન (BharatRatna) કોકીલકંઠ ધરાવતા લતા મંગેશકરનું (Lata Mangeshkar) આજરોજ 92 વર્ષની વયે નિધન થયું છે. સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરની યાદમાં મહેસાણાના ઋષિવનમાં લતાજીની યાદમાં 1,111 વૃક્ષોનું વાવેતર કરી અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. તેમજ વૃક્ષોથી હરિયાળા ઋષિવનમાં લતા મંગેશકર ઉપવન નામકરણ સાથે વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે.
આજરોજ મહેસાણા જિલ્લામાં ગ્રીન એમ્બેસેડર દ્વારા લતાજીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જેમને વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલએ સ્વર સમ્રાગ્નિ લતાજીની વિદાયને અનોખી વિદાય આપી છે. લતા મંગેશકરજીએ આ દુનિયાને પોતાની યાદો આપી અનંત વાટ પકડતા તેમના અનેક ચાહકો હૃદયસ્થ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.