કેતન પટેલ, મહેસાણા : મહેસાણા (Mahesana) જિલ્લાના કડી તાલુકાના કણજરી (Kanajari) ગામે એક ચકચારી હત્યા (Murder case) કેસ સામે આવ્યો છે. કણજરીના એક પરિવારમાં સંબંધોની હત્યા થઈ છે. અહીંયા બે પુત્રોએ સગા બાપની હત્યા કરી અને લાશને (Dead body) દાટી દીધી હતી. જોકે, પિતાની હત્યા કર્યા બાદ આ બંને ભાઈઓે તેમનું મૃત્યુ કોરોનાથી થયું હોવાનું નાટક રચ્યું હતું. જોકે, આખરે પાપ છાપરે ચઢી પોકાર્યુ અને બંને પુત્રોની હત્યાનો ખેલ ખુલ્લો પડી ગયો છે.
આ બાબતે છેલ્લા કેટલાક દિવસોથી પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. દરમિયાનમાં ગત 27મી મેના રોજ હુસેન મલેક તેમના નાના ભાઈને દીકરાની હઠ અંગે વાત કરી અને તેમને સમજાવવા માટે કહ્યુ હતું. જેના અનુસંધાનમાં બીજી જૂનની રાતે સમીરના કાકા સબીરભાઈને ફોન કરી અને તેણે પિતાનું કોરાનામાં મોત થયું હોવાની જાણ કરી હતી. આથી સાબિરભાઈ બીજા દિવસે કણજરી ગામે આવ્યા હતા.
દરમિયાન તેમણે હુસેન ભાઈની કોરોના રિપોર્ટની ફાઇલો માંગતા પુત્રો ભેરવાઈ ગયા હતા. કાકાએ પૂછ્યું કે તેમના ભાઈની દફન વિધિ ક્યાં કરી છે તેની પહોંચ માંગી એટલે સમીરે ગલ્તા તલ્લા કર્યા હતા. અને ફાઇલ મિત્ર પાસે છે તેમ જણાવ્યું હતું.જોકે, સાબિરભાઈએ લાંલ આંખ કરતા સમીરે પોપટની જેમ કબૂલાત કરી હતી અને પિતાની હત્યા કરી નાખ્યાની કબૂલાત કરી હતી. સમીરે કાકાને જણાવ્યું હતું કે પિતા ઉંઘતા હતા ત્યારે 31મી મેની રાતે આંગણામાં ઊંઘું ઘધારિયું મારી ગળું દબાવી અને મારી નાખ્યા હતા. તેમજ મૃતદેહને રાત્રે બાઇક પર લઈ જઈને થોળથી સેફડા ગામથી રડાર જવાના રસ્તે જેસીબીથી ખોદેલા ખાડામાં દાટી દીધી હતી.