Home » photogallery » mehsana » Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

Dudhsagar dairy scuffle: મળતી માહિતી પ્રમાણે સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી.

  • 17

    Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

    મહેસાણા: દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)ની આજે વાર્ષિક સાધારણ સભા મળી છે. જોકે, સામાન્ય સભા મળે તે પહેલા જ ઘર્ષણ (Dudhsagar dairy scuffle)નો બનાવ બન્યો છે. ઘર્ષણમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દૂધસાગર ડેરીના ગેટ (Dudhsagar dairy campus) પાસે જ ઘર્ષણનો બનાવ બન્યો હતો. એવી માહિતી મળી છે કે વાર્ષિક સાધારણ સભા (Dudhsagar dairy annual general meeting) પહેલા જ ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરી (Vipul Chaudhary)ના સમર્થકો અને અશોક ચૌધરી (Ashok Chaudhary)ના સમર્થકો આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન ધોકા અને પાઇપથી હુમલો કરાયાનો આક્ષેપ થયો છે. આ દરમિયાન હવામાં ફાયરિંગ પણ થયું હતું.

    MORE
    GALLERIES

  • 27

    Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

    બે લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા : મળતી માહિતી પ્રમાણે સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી. જે બાદમાં મોંઘજી ચૌધરી અને તેમના પુત્રને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

    આ મામલે મોંઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. અમને કહ્યું કે તમારે અંદર જવાનું નથી. અમે ઠરાવ હોવાની વાત કરી તો કહ્યુ કે તમને અંદર જવા દેવાની મનાઈ કરવામાં આવી છે. જે બાદમાં અમે પાછા જવાનું નક્કી કર્યું. આ દરમિયાન રાજુ વકીલ, સિક્યોરિટી અને અન્ય લોકો આવ્યા હતા. આ લોકોએ ઉશ્કેરણી કરી હતી. જે બાદમાં છ થી સાત લોકોએ ગાડી અને અમારા પર હુમલો કરી દીધો હતો."

    MORE
    GALLERIES

  • 47

    Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

    મોંઘજી ચૌધરીએ વધુમાં જણાવ્યુ હતુ કે, "મને, મારા દીકરા અને મારા ભાણેજને માર મરાયો હતો. ના છૂટકે સ્વરક્ષણ માટે ફાયરિંગ કર્યું હતું. જે બાદમાં ટોળું વીખેરાતા લોકોએ મને રીક્ષામાં નાખીને હૉસ્પિટલ ખસેડ્યો હતો. ચેમનેનના ઇશારે આ હુમલો થયો છે. હું તેમના કૌભાંડો ઉજાગર કરવાનો હતો. જેથી અંદર જવા દેવાયા ન હતા."

    MORE
    GALLERIES

  • 57

    Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

    આ અંગેના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે મોંઘજી ચૌધરીના દીકરા અને તેના ભાણેજને લાકડીથી માર મારવામાં આવ્યો છે. બંનેના મોઢા અને પીઢના ભાગે પડી ગયેલા નિશાન પરથી આ વાત સ્પષ્ટ થાય છે.

    MORE
    GALLERIES

  • 67

    Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

    ચેરમેને હુમલો કરાવ્યો હોવાનો મોઘજી દેસાઇનો આક્ષેપ.

    MORE
    GALLERIES

  • 77

    Dudhsagar Dairyle: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ, ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને તેમના પુત્રને ઇજા; ધોકા-પાઇપથી હુમલો કરાયો

    દૂધસાગર ડેરીના વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણ.

    MORE
    GALLERIES