કેતન પટેલ, મહેસાણાઃ માર્ગ અકસ્માતની (Road accident) ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે અને આવી ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતના (north Gujarat) મહેસાણા જિલ્લાના (mehsana) સતલાસણામાં બની હતી. અહીં એક સ્કોર્પીયો જીપ કૂવામાં (Scorpio Jeep fell into well) ખાબકી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં દોઢ વર્ષના બાળક અને 60 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે.