દેશની વસ્તીના પ્રમાણમાં રક્તદતાઓની સંખ્યા સાવ ઓછી છે. એટલે રક્તની અચાનક ઉભી થતી માંગને પહોંચી વળવા માટે રક્તદાન કેમ્પનું આયોજન થતા રહે છે. થેલેસેમિયાના દર્દીઓને રકતની ખાસ જરૂર પડતી હોય છે. તેથી લોહીની જરૂરિયાત વાળા દર્દીઓનું જીવન બચાવવાની સદભાવના થકી કેમ્પ માં 41 બોટલ રક્ત દાન એકઠું કરી મહિલાઓએ મહિલા દિવસની ઉજવણીનો આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમજ વિવિધ ક્ષેત્રોના બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રમત ગમત પ્રિષા પ્રજાપતિ, શિક્ષણ - ડૉ ક્રાંતિ ત્રિવેદી - સ્ત્રી ભૃણ હત્યા નિવારણ ચળવળની ,સ્વાસ્થ્ય - જાનવી બેન મન્સૂરી - યોગ શિક્ષક,કુંદનબેન પટેલ - સમાજસેવિકા , શૈલાબેન લોખંડવાલા - મહિલા બ્લડ ડોનેશન પ્રણેતા ને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.