Home » photogallery » mehsana » tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

Tana riri festival 2021: લોકવાદ્યના કલાકારોને (folk artists) ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના (Bhavai art) 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે 05 મિનિટ સુધી ભૂંગળ વગાડી (Bhoongal play) તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ (world record) સર્જયો હતો.

  • 17

    tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

    કેતન પટેલ, વડનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન (Hometown of Prime Minister Narendra Modi) વડનગર (Vadnagar) ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં (tana-riri mahotsav) ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ (World record for traditional folk music) સર્જાયો હતો. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 05 મિનિટ સુધી 112 ભૂંગળ વાદકોએ સમુહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

    MORE
    GALLERIES

  • 27

    tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

    લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે 05 મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

    MORE
    GALLERIES

  • 37

    tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

    પારંપારિક લોકવાદ્ય ભૂંગળ અસાઇત ઠાકરે 13મી સદીમાં ભવાઇ સાથે ભૂંગળ વગાડી મનોરંજન માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, તાના-રીરી સમાધિ સ્થળ ખાતે આઠ વિવિધ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. તાના-રીરી મહોત્સવ 2021માં ભૂંગળ વાદનનો નવમો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો.

    MORE
    GALLERIES

  • 47

    tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

    વડનગરના તાના-રીરી ગાર્ડનમાં આ ભવ્ય અને શાનદાર કાર્યક્રમ બળદેવભાઇ નાયક અને ગૌરવ પુરસ્કૃત શ્રી મુગટરામના નેતૃત્વમાં યોજાયો હતો, જેના સાથે સહસંયોજક તરીકે ડાહ્યાભાઇ નાયક કામગીરી કરી હતી.

    MORE
    GALLERIES

  • 57

    tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

    આ તાના-રીરી મહોત્સવમાં પરંપરાગત ભૂંગળ કલાકારોએ સમૂહ લયમાં ભૂંગળથી શિવ શક્તિની સલામી, ગરજ સ્વરમાં રાગ આપી હતી. આ ઉપરાંત ભૂંગળથી ઊઁચા સ્વરે તિહાઇ વગાડી હતી. એટલું જ નહિ, ચલતીના તબલામાં તાલ, હીંચનો તાલ અને પાધરુંના તાલમાં ભૂંગળ વગાડી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 67

    tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

    આ વિશ્વ રેકોર્ડ પ્રસંગે સામાજિક અગ્રણી સોમભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૌરાણિક લોકવાદ્ય સાથે આજે રચાયેલ વિશ્વ રેકોર્ડે નવી પરંપરા જીવીત રાખી છે. આજના વિશ્વ રેકોર્ડના તમામ ભૂંગળ વાદકોને અભિનંદન પાઠવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    tana-riri mahotsav 2021: 112 ભૂંગળોના સૂરથી ગુંજ્યું વડનગર, 5 મિનિટ સમુહ વાદનથી બનાવ્યો રેકોર્ડ

    આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના પંકજ ભટ્ટ, વિશ્વ રેકોર્ડ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશના પ્રમુખ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત ભરત વ્યાસ કર્યું હતું.

    MORE
    GALLERIES