વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસના રાજમાં લોકો વીજળીના કનેક્શન માંગે એમાં પણ ભ્રષ્ટાચાર અને કનેક્શન મળે કે ના મળે એની ગેરંટી નહીં. આપણે ગુજરાતની અંદર 20 લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાંખ્યા. વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે અને ગુજરાતને એટલી ઊર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્વી બનાવ્યું છે.’
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસનું મોડેલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર. કોંગ્રેસનું મોડેલની એક જ ઓળખાણ ભાઈ-ભત્રીજાવાદ. કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ. કોંગ્રેસની ઓળખ એટલે વોટબેંક પોલિટિક્સ. આ જ કોંગ્રેસની ઓળખ. કોંગ્રેસના આ મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું, દેશ આખાને બરબાદ કરી દીધું છે.’
નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘આ નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે. 14000 કરોડ રુપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત ટીકાકરણનું અભિયાન દેશભરમાં ચલાવ્યું. આજે ગુજરાતની અંદર 12 લાખ બહેનો પશુપાલન સાથે જોડાયેલી છે અને એ બહેનોના સશક્તિકરણ માટે આપણે નક્કી કર્યું હતું કે, ડેરીમાંથી જે બિલ ચૂકવાશે એ પૈસા સીધા બહેનોના ખાતામાં જશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાનની અપીલ કરતા કહ્યુ હતુ કે, ‘‘મહેસાણામાં આજે 11 જેટલી ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજો છે અને 12 જેટલી ડિપ્લોમા એન્જિનીયરીંગ કોલેજો છે. આજે મારા ઘરે આવ્યો છું ત્યારે, મારા ગામમાં આવ્યો છું ત્યારે, મારા પરિવારજનો વચ્ચે આવ્યો છું ત્યારે, મારી આપને એક જ વિનંતી છે તમે ચૂંટણી જીતાડવાનું નક્કી કરી જ દીધું છે, જૂના બધા જ રેકોર્ડ તૂટી જાય અને વધુમાં વધુ મતદાન થાય.’