મહેસાણા: રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગની દોરીને લઇને અનેક અકસ્માતો સર્જાયા છે. ઉત્તરાયણનો તહેવાર પૂરો થઇ ગયો છે, હજુ પતંગની દોરીઓ રસ્તાઓ પર, ઝાડ પર લટકેલી જોવા મળી રહી છે. આવામાં મહેસાણાના ખેરવામાં જીવદયા બચાવવા અનોખો પ્રયાસ કરાયો છે. કેકના વેપારી દ્વારા એક કિલો દોરીના ગૂંચળા સામે 500 ગ્રામ કેક નિશુલ્ક આપવાની જાહેરાત કરાઈ છે. દોરીના ગૂંચળા સામે 200 કિલો દોરી ભેગી કરાઈ છે. જેની સામે અત્યાર સુધી 100 કિલો કેક ગ્રાહકોને આપવામાં આવી છે. દોરીના ગૂંચળા આપી કેક લેવા માટે લોકોની લાઈનો લાગી રહી છે.
મહેસાણામાં જીવદયા બચાવવા 1 કિલો દોરીના ગૂંચળા સામે 500 ગ્રામ કેક આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં વેપારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દોરીના ગૂંચળા આપો, કેક લઈ જાઓ. દોરીના ગૂંચળાઓથી પક્ષીઓને નુકશાન ન થાય એ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણાના ખેરવા ગામની કેક શોપ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ જાહેરાતને પગલે અત્યાર સુધી 200 કિલો ચાઇનીઝ અને સાદી દોરીઓ ભેગી કરાઈ છે.