કેતન પટેલ, મહેસાણા : બેડમિન્ટનમાં 20 વખત નેશનલ અને છ વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન રહેલી મહેસાણા (Mehsana) ની ૧૬ વર્ષીય ખેલાડી તશનિમ મીર (Tashanim Mir) વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 બની છે. નાની વયે દીકરી માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર પિતા ઇરફાનભાઈ એ રાત દિવસ મહેનત કરી પોતાની 16 વર્ષીય દીકરી તશનિમને આ મંજિલ સુધી પહોંચાડી છે. 16 વર્ષીય દીકરીનું બેડમિન્ટનમાં (badminton players) વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 પર પહોંચવું એ કઈ નાની સિદ્ધિ નથી.
તસનિમ મીર (Tashanim Mir) એ થોડા સમય પહેલા જ ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે, ત્યારે અભ્યાસની સાથે બેડમિન્ટન ગેમમાં બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને પોતાના પરિવાર સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. તશનિમ મીર અત્યાર સુધી બે વાર જુનિયરમાં નેશનલ ચેમ્પિયન થઈ છે તેમજ 22 વાર નેશનલ ચેમ્પિયન થઈ છે અને અનેક પ્રમાણપત્રો તેમજ મેડલ અને સિલ્ડ પ્રાપ્ત કરેલ છે.
તશનિમના પિતા મહેસાણા પોલીસ (Mehsana Police)માં ASI તરીકે ફરજ બજાવી રહ્યા છે. તસનિમના પિતા પણ લગ્ન પહેલા બેડમિન્ટનમાં રુચિ ધરાવતા હતા અને તેમણે લગ્ન પહેલા જ પહેલેથી જ એક સ્વપ્ન જોયું હતું કે, હું મારા બાળકને બેડમિન્ટન શીખવાડીશ. તેમના આ સ્વપ્નને સાકાર કરવા તેમણે એક બેડમિન્ટન કોચ તરીકે ટ્રેનિંગ લઈ ને ખૂબ મહેનત કરી હતી. બાદમાં તેમને એક પુત્ર અને પુત્રી નો જન્મ થયો. જેમાં 5 વર્ષની દીકરી તસનિમ થતા તેમણે એક આશા વ્યક્ત થઈ કે તસનિમ મારુ સ્વપ્ન પૂરું કરી શકશે તેથી 5 વર્ષની દીકરી તેમજ તેના નાના ભાઈને નાની ઉંમરે જ બેડમિન્ટન ની પ્રેક્ટિસ શરૂ કરવી દીધી અને આજે સીધ્ધિ પણ પ્રાપ્ત કરી લીધી. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં 16 વર્ષની નાની વયે પસંદગી પામનારી ગુજરાતમાંથી આ પ્રથમ ખેલાડી છે.
મહેસાણા જિલ્લામાં નાનપણ થી રમત ગમતમાં રુચિ દાખવનાર ખેલાડીઓ ડંકો વગાડતા નજરે પડી રહ્યા છે, જેનું ઉદાહરણની વાત કરીએ તો વડનગરના સુંઢિયા ગામની દિવ્યાંગ દીકરી એ ઓલિમ્પિક માં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત સહિત દેશ નુ નામ રોશન કર્યું, ત્યાં હાલ માં 16 વર્ષીય બેડમિન્ટનમાં રુચિ ધરાવતી તશનિમ મીરએ વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર 1 પ્રાપ્ત કર્યું છે જેનો ગર્વ તેનો પરિવાર અને સમગ્ર મહેસાણા જિલ્લો પણ લઈ રહ્યો છે.