મહેસાણા: ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. આ ગોઝારા અક્સમાતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે.