મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: લોકોની આસ્થાનું પ્રતીકસમું મા અંબાના (Ambaji Temple) મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો દર્શને આવે છે. રાજા હોય કે રંક બધા જ માતાના બાળકો મંદિરમાં આવીને તો સમાન જ બની જતા હોય છે. ત્યારે ભારતનાં અનેક મહાન રાજનેતા (Indian politicians), અભિનેતા (Bollywood Stars) અને ઉદ્યોગપતિઓએ (industrialist) પણ અંબાજી (Ambaji) ખાતેના મંદિરમાં આવીને માતાના આશીર્વાદ લીધા છે.
ભારત દેશના તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી બાજપાઈ, દેવગૌડા અને અડવાણી જેવા નેતાઓ અંબાના પગ પખાળી ચૂક્યા છે. ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી થી જ મા અંબાના પરંભક્ત અને ઉપાસક પણ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર અંબાજીની મુલાકાત લઈ ચૂક્યા છે. એટલુંજ નહિ અંબાજીના વિકાસમાં તેઓ પણ સહભાગી બન્યા છે. (તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઇની ફાઇલ તસવીર)
અંબાજી મંદિરના પૂજારી, ભરતભાઇ પાધ્યાએ જણાવ્યું કે, અંબાજી શક્તિપીઠમાં ગુજરાતના અનેક મુખ્યમંત્રી, માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ, શંકર સિંહ વાઘેલા, ચીમનભાઈ પટેલ , અમરસિંહ ચૌધરી, પ્રબોધ રાવલ, વસુંધરા રાજે સિંધિયા, અશોક ગેહલોત જેવા અનેક ધુરંધર રાજકીય અને રાષ્ટ્રીય નેતાઓ અંબાજીમાં માં અંબાને નતમસ્તક થઈ પોતાની સફળતા માટે શીસ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. (તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઇની ફાઇલ)
એક દંત કથા પ્રમાણે ભગવાન શંકરે માતા પાર્વતીના દાઝેલા શરીરને લઈ તાંડવ નૃત્ય કર્યું ત્યારે તેમના ગુસ્સાને શાંત કરવાને વધુ વિનાશ રોકવા વિષ્ણુ ભગવાન દ્વારા છોડાયેલા સુદર્શન ચક્રથી માતા સતી પાર્વતીના શરીરના એકાવન ટુકડા થયાને જે અંગ જ્યાં જ્યા પડ્યા. તે શક્તિપીઠ તરીકે ઓળખાયા ને જ્યાં આ અરવલ્લીની ગીરીમાળામાં સતી માતા પાર્વતીનો હ્રદયનો ભાગ અહીં પડેલો હોવાથી અંબાજી ધામ કહેવાયું. (તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ફાઇલ તસવીર)