કેતન પટેલ, મહેસાણા : મહેસાણા જિલ્લાના નાનકડા ગામ એવા પુદગામ ગણેશપુરા (Pudgam Ganeshpura Mehsana) ગામમાં યુવક-યુવતી દ્વારા પ્રેમલગ્ન (Love Marriage) કરી લેતા તેમના માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે પ્રેમ લગ્ન કરનાર યુવતી અને યુવકનો ગ્રામજનો એ તમામ સ્તરે વિરોધ કરતા પ્રેમી યુગલ માટે ગામમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.પુદગામ ગણેશપુરાના ગ્રામજનો એ પ્રેમી યુગલનો બહિષ્કાર (Couple Boycott by village) કરવામાં આવ્યો છે અને તેના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવા ઉપર ગ્રામજનો એ અલગ અલગ જ્ઞાતિના હોવાથી રોક લગાવી પ્રતિબંધ મૂકી દીધો છે. આથી પ્રેમલગ્ન કરનાર યુવક અને યુવતી એ જિલ્લા કલેક્ટ સહિત પોલીસ અધિક્ષક ને રજૂઆત કરવામાં આવી છે આપી બહિષ્કાર સામે ન્યાયની માંગણી કરી છે.
<br />પીડિત પરિવારને ગામમાં અનાજ-કરિયાણું, દૂધ-શાકભાજી મળતા નથી. ગલ્લાવાળા તેમની સાથે વેપાર નથી કરતા, ગામના મંદિરમાં પ્રવેશ અપાતો નથી તેમજ તેમના ખેતરમાં આવતું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેસાણાનું ગણેશપુરા 'તાલિબાન'માં છે કે વિશ્વના સૌથી મોટા લોકશાહી ધરાવતા ભારતમાં આ સવાલ હવે સર્જાયો છે.