જેથી એ લોકો પણ સામાન્ય લોકોની જેમ જ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી શકે . આ ઉપરાંત દિવાળીના પર્વ દરમિયાન મહેસાણાની દરેક ઝુંપડપટ્ટીમાં જાતે ફરીને જરૂરિયાતવાળા લોકોને શુદ્ધ ઘીનો મોહનથાળ ,ગાંઠીયા, ચવાણુંનું વિતરણ કરવામાંં આપ્યું હતું.દિવાળીના તહેવાર સમયે છુટક ધંધો કરતા લોકોને પણ નવા વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.
આ સંસ્થામાં કામ કરતા એક યુવાનનું કહેવું છે કે મહિનામાં બઘા દિવસ રોજ રાત્રે રજા વગર લોકો માટે કામ કરીએ છીએ એ લોકો માટે જમવાનું ભોજનનું વિતરણ કરીએ છીએ અને જે કરીને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે જરૂરિયાતમંદો ની સેવામાં આવી શકીએ છીએ.અન્ય આગામી સમયમાં પણ તેઓ આ રીતે સેવા કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.