કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણા જિલ્લાના (Mehsana news) કડીમાં એક આત્મહત્યાની (suicide) ચકચારી ઘટના બની હતી. અહીં એક ખેડૂતે પોતાની લાયસન્સ વાળી બંદૂક (Licensed gun) પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જવાનું કહીને નીકળ્યા હતા. અને પોતાના ખેતર પાસે જ પોતાની કારમાં જાતને ગોળી મારીને આત્મહત્યા (Suicide by gun shooting) કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા તેમજ કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. બંદૂક પોલીસ મથકમાં જમા કરાવવા જાઉં છું એમ કહી ઘરેથી નીકળ્યા મૃતક પરેશભાઈ પોતાના ઘરેથી બપોરના બે વાગ્યાના આસપાસ પોતાના ઘરે પડેલી બંદૂક લઈને ખેતરમાં જવાનું કહી નીકળ્યા હતા જ્યાં પરિવારના લોકોને બંદૂક પોલીસ મથકમાં જમા કરાવવા જાઉં છું એમ કહી પોતાની ગાડી લઈને નીકળ્યા હતા.