કેતન પટેલ, મહેસાણા : જો તમે તમારી પોતાની કાર (Car) લઈને જતા હોવ અને સાથે કિંમતી માલ સામાન રાખ્યો હોય તો પેસેન્જર (Passenger)બેસાડવાની ભૂલ ક્યારેય ન કરતા. ગાંધીનગરના (Gandhinagar) એક વેપારીને (Businessman) આ ભૂલ 20 લાખમાં પડી છે. એટલું જ નહીં ગાડી પણ ગુમાવવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લાના ઐઠોર (Aithor GIDC) પાસે આજે બંદૂકની (Gun) અણીએ એક કાર ચાલકની લૂંટ (20 Lakhs loot) થઈ છે. જોકે, લૂંટ ચલાવનારા અન્ય કોઈ નહીં પરંતુ તેની કારના જ પેસેન્જરો (car passenger) નીકળ્યા છે. આ ઘટના જાણીને પોલીસનો (Police) કાફલો દોડી ગયો અને ઘટના સ્થળેથી તપાસ શરૂ કરી છે.