કેતન પટેલ, મહેસાણાઃ ગુજરાતમાં અકસ્માતની (accident in Gujarat) ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત મહેસાણામાં (Mehsana accident) બન્યો હતો. અહીં બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ કારને અકસ્માત (car accident) નડ્યો હતો. અકસ્માતમાં કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. પરત ફરતી વખતે સામે આવતી ગાડીનું ટાયર ફાટતા પરિવારની કાર ઉપર પડતા ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી કાર ડ્રાઈવર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં ફતેહખાન બ્લોચ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલા ભાલક ગામમાં સગપણ જોવા માટે ગયા હતા. ફતેહખાન બ્લોચ સગપણ જોવા માટે પોતાના સંબંધી સાહેલ ખાનની કારમાં ગયા હતા. કારમાં ફતેહખાન બ્લોચ, તેમની બે પત્ની સાબેરાબાનું અને મેમુનાબાનું તેમજ ફરીદાબાનું કુલ પાંચ લોકો કારમાં સવાર હતા.