આજે મહેસાણામાં બાર વર્ષ પૂરા થઈ ગયા છે. બાર વર્ષથી મહેસાણામાં કાર્યરત છે. અબોલ પીડીત પશુઓ અને પક્ષીઓ માટે કામ કરે છે. અહીં લગભગ 12 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જેમાં ત્રણ જેટલા વેટરનરી ડોક્ટર પણ છે, જે 24 કલાક પશુ અને પક્ષીઓની સેવા માટે હાજર રહે છે. જ્યાં હાલ 150 જેટલા કબુતર, 150 જેટલી ગાયો અને સાથે સાથે મોર, બગલા, નીલગાય અને ગધેડા પણ ત્યાં સારવાર લે છે .