અલ્પેશ ઠાકોરે બહુચરાજી માતાજીના દર્શન કર્યા બાદ ઠાકોર સેના દ્વારા જનતા રેડ સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અલ્પેશ ઠાકોર સાથે યુવાનો સવારણા લઈને જોડાયા હતા. દારૂના અડ્ડા બંધ કરો, હપ્તાખોરી બંધ કારોના નારા લગાવ્યા હતા.બહુચરાજીમાં અલ્પેશ ઠાકોર દારૂના બુટલેગરને ત્યાં પહોંચ્યા હતા. અને દારૂ ન વહેંચવા અપીલ કરી હતી. અલ્પેશ ઠાકોર સાથે ઠાકોર સમાજના યુવકો અને મહિલાઓ પણ જોડાઈ હતી.
એક અલ્પેશ ઠાકોરને મારશો તો હજ્જારો અલ્પેશ ઠાકોર પેદા થશે અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે,મહેસાણામાં એક હજાર કરતા વધુ દારૂના અડ્ડાઓનું લિસ્ટ આપ્યું છે.મને જેલમાં નાંખવો હોય તો નાખી દો, હું તૈયાર છું.ગુજરાતમાં હપ્તાઓનું રાજ ચાલે છે, ગાંધીનું ગુજરાત દુષિત થઇ રહ્યું છે.અલ્પેશ ઠાકોરની અગેવાનોમાં હવે જનતા રેડ થશે.'નાંખી દો મારી પર કલમ-307',એક અલ્પેશ ઠાકોરને મારશો તો હજ્જારો અલ્પેશ ઠાકોર પેદા થશે.
કાળા કાચવાળી ગાડીમાં અલ્પેશ ઠાકોર બહુચરાજી પહોંચ્યા હતા. જે કાયદાનો ભંગ કરતા નજરે પડ્યો હતો.બહુચરાજીમાં અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રીને આડેહાથ લઇ જણાવ્યું હતું કે,'ગૃહપ્રધાનના ગામમાં પણ દારૂની હાટડીઓ ચાલુ છે.આજથી સમગ્ર ગુજરાતમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પડશે.પોલીસને ફરીથી અલ્ટીમેટમ આપી દારૂના અડ્ડા બંધ કરાવવા વિનંતી કરી હતી.