Rinku Thakor, Mehsana: કોરોના કપરા કાળ દરમિયા વિશ્વ સહિત ભારતના તમામ રાજ્યોમાં લોકોએ પોતાની રોજગારી ગુમાવી હતી.તેવા કપરા સમયમાં અનેક લોકોએ પોતાની જાતમહેનતથી રોજગારી ઉભી કરી હતી. તેજ રીતે મહેસાણાના એક યુવકે પોતાની નોકરી ગુમાવતા ઘરે પોતાનું ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. વર્ષ 2020 માં અતિનભાઈ પટેલે 2 ભેંસો લાવી ડેરી ફાર્મિંગનો ધંધો શરૂ કર્યો હતો.અને આજે તેઓએ શરૂ કરેલા જકુબા ડેરી ફાર્મમાં કુલ 32 ભેંસો અને બે ગાયો છે.જેમાં તેઓના ઘરના સભ્યો સહિત અન્ય 12 લોકો કામ કરી રહ્યા છે.
અતિન ભાઈ અને તેમના ઘરના સભ્યો દ્વારા એકદમ અલગ જ કોન્સેપ્ટ શરૂ કર્યું છે જે ઉત્તર ગુજરાતમાં પ્રથમ પ્રયોગ છે . જેમાં દૂધના વિતરણ માટે એટીએમ મશીન જેવું મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જે સિમ્પલ ડેરી ફાર્મ નામની એપ્લિકેશન દ્વારા સંચાલિત છે. અને એ એપ એક્સેસ ગ્રાહક જોડે પણ હોય છે . જેમાં દરેક ગ્રાહકને કાર્ડ આપવામાં આવે છે.
ખાતમાં જેમ કે કણ વાળું ખાતર એ રૂ. 6 પ્રતિ કિલોગ્રામ જે 40 kg ની કોથળી માં વેચે છે.આ ખાતર ખેડૂતોના ખેતર માટે ખુબજ ઉપયોગી હોવાના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો ખરીદી કરે છે.જો કોઈને આ ખાતર ખરીદવું હોય તો તેઓ હિતેન્દ્રભાઈ પટેલ નો 96871 33633 સંપર્ક કરીને ખરીદી શકે છે.અથવા તો તેમનો મહેસાણાના ફતેપુરાના ફાર્મની પણ મુલાકાત લઈ ઓર્ડર આપી શકાય છે.
આ ખાતરનો વપરાશ પોતાના ખેતરોમાં પણ કરે છે, આમ તેઓ હાલ લોકોને ચોખ્ખું દૂધ પૂરૂ પાડી રહ્યા છે. જ્યાં સાફ-સફાઈનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ,જેમાં દૂધના વિતરણની રીક્ષા પણ સારી રીતે સાફ કરવામાં આવે છે. જેને સાફ કરવા માટે આખી જગ્યા ઊભી કરવા માં આવી છે . જેમાં ઉચ્ચ દબાણવાળા વોટર પંપથી રીક્ષાના અંદરનું કન્ટેનર કે જેમાં દૂધ ભર્યું હોય એ સાફ કરવામાં આવે છે.