મહેસાણા: આજે વહેલી સવારે સ્કૂલ બસમાં આગ લાગી (Mehsana school bus fire) હોવાની ઘટના સામે આવી છે. બસ બાળકોને લઇને સ્કૂલ જઇ રહી હતી ત્યારે અચાનક જ બસમાં આગ લાગી હતી. આ ઘટના બની ત્યારે બસમાં બાળકો સવાર હતા. જેના કારણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આગ લાગવાને પગલે સ્કૂલમાં જઈ રહેલા બાળકોને ત્વરિત નીચે ઉતારી લેવાયા હતા. આગની ઘટના મહેસાણા બસ સ્ટેન્ડ પાસે બની હતી.