

બોલિવૂડ એક્ટર અર્જુનરામપાલે હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા દેમિત્રિયાદની પ્રેગ્નેન્સીની ખબર શેર કરી હતી. અર્જુન રામપાલ 46 વર્ષનો છે અને તે ત્રીજી વખત પિતા બનવા જઇ રહ્યો છે. આ પહેલાં તે બે દીકરીઓનો પિતા છે. આ તસવીર શેર કરતાં જ અર્જુનને વધામણીનાં મેસેજીસ આવી રહ્યાં છે.


આ બધાની વચ્ચે અર્જુન રામપાલની પૂર્વ પત્નીનું રિએક્શન પણ સામે આવ્યું છે. મુંબઇ મિરરની રિપોર્ટ મુજબ અર્જુનની પૂર્વ પત્ની મેહર જેસિયાની મિત્રએ તેનાં રિએક્શન અંગે જણાવ્યું છે. તેણે મુંબઇ મિરરને કહ્યું કે, 'મેહરને અ્જુનની ગર્લફ્રેન્ડની પ્રેગ્નેન્સીથી કોઇ જ મુશ્કલી નથી. મેહર આ વાત સ્વીકારી ચૂકી છે. અને અર્જુન તેનાં જીવનમાં આગળ વધી ગયો છે. મેહર એક સારી માતા છે જે તે તમામ વસ્તુઓ કરવાં ઇચ્છે છે જે તેનાં બાળકો માટે ઠીક હોય'


ગર્લફ્રેન્ડની પ્રેગ્નેન્સીની ખબર શેર કર્યા બાદ અર્જુન તેની દીકરીઓ મિહિકા અને માયરા સાથે ડિનર ડેટ પર સ્પોટ થયો હતો. આ દરમિયાન ત્રણેય વચ્ચે એક ગજબનું બોન્ડિંગ જોવા મળ્યુ હતું. આ જોઇને લાગતુ હતું કે, અર્જુનની દીકીરઓ તેનાં નિર્ણયથી ખુશ છે.


અર્જુને શેર કરેલી તસવીરમાં લખ્યુ હતું કે, 'તને મેળવીને અને આ નવી શરૂઆત કરીને ધન્ય છું. આ બાળક માટે આભાર બેબી'


આપને જણાવી દઇે કે ગેબ્રિએલા સાઉથ આફ્રિકાની મોડલ છે. તેને વર્ષ 2009માં મિસ ઇન્ડિયન પ્રિમિયર લિગમાં ભાગ લીધો હતો. અને FHM દ્વારા વર્લ્ડની 100 સેક્સી મહિલામાં તે પસંદગી પામી હતી.