

આ વખતે પંત ક્રિકેટને લીધે નહીં, પરંતુ તેના અંગત જીવનને લીધે ચર્ચામાં છે. પંતે સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડની તસવીરની સાથે-સાથે પોતાની લવ લાઇફ અંગે ખુલાસો કર્યો છે


ઋષભ પંત જેના પ્રેમમાં પડ્યો છે તે યુવતીનું નામ ઇશા નેગી છે. આ ઇશા નેગી કોણ છે, એ પહલાં તમને જણાવી દઇએ કે પંતે તેના વિશે લખ્યું


પંતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇશા સાથેની એક રોમેન્ટિક તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે, હું તને ખુશ રાખવા માગુ છુ, કેમ કે, મારી ખુશીનું કારણ તું છે.


એવું નથી કે પંતે આ પોસ્ટ અચાનક જ ભાવનાઓમાં આવીને શેર કરી હોય. તેની ગર્લફ્રેન્ડ ઇશા નેગીએ પણ એ તસવીરને લગભગ સરખા સમયે જ શેર કરતાં પંતને ટેગ કર્યો


હવે પ્રશ્ન થાય છે કે પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી કોણ છે? મળતી માહિતી પ્રમાણે, તે ઇન્ટીરિયર ડિઝાઇનર છે અને જીજસ એન્ડ મેરી સ્કૂલની વિદ્યાર્થી રહી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની બાયો પ્રમાણે તે એમિટી યુનિવર્સિટીની વિદ્યાર્થી પણ રહી છે.