

આ વર્ષે દિવાળીના તહેવાર આસપાસ મારૂતિ સુઝુકી એક મોટી ગીફ્ટ આપશે. કંપની પોતાની એક પોપ્યુલર કારનું નવું મોડલ લાવશે. મારૂતિ સુઝુકી તહેવારની સિઝનમાં પોતાની પોપ્યુલર કાર WagonRનું નવું મોડલ લાવશે. ટેસ્ટિંગ દરમ્યાન નવી WagonRને ઘણી વાર જોવામાં આવી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, કંપની આ કાર દિવાળીમાં લોન્ચ કરશે. નાની અને ઓછા બજેટમાં કાર ખરીદનાર લોકો માટે મારૂતિની આ કાર ખુબ પોપ્યુલર રહી છે. ભારતીય બજારમાં નવી WagonRનો મુકાબલે મારૂતિની જ સેલેરિયો અને હુંડઈની નવી આવનાર સેન્ટ્રો સાથે રહેશે.


નવી મારૂતિ સુઝુકી WagonRમાં પહેલાની જેમ જ Tall Boy ડિઝાઈન હશે. જોકે, બારતમાં લોન્ચ થનાર WagonR હાલમાં જાપાનમાં રજૂ કરવામાં આવેલ વેગેનાર કરતા થોડી અલગ હશે.


નવી મારૂતિ WagonRનું બોનેટ પહેલાના મુકાબલે થોડુ મોટુ હશે, જેથી આમાં મોટુ એન્જિન આવી શકે. આ કાર 1.0 લીટર પેટ્રોલ એન્જિનથી પાવર્ડ હશે.


આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંશમિશન હશે. આ સિવાય, AMT ઓટોમેટિક ગેયરબોક્સ ઓપ્શન પણ ઉપલબ્ધ હશે. નવી WagonR Heartect platform પર બની હશે.