

જ્યોતિષનાં મતે સ્પટેમ્બર મહિનો ખુબજ ખાસ છે. સપ્ટેમ્બર મહિનામાં ઘણાં મહત્વપૂર્ણ ગ્રહો તેમની રાશિ બદલી છે. આ ગ્રહોમાં સૂર્ય, બુધ અને શનિ છે. હાલમાં સપ્ટેમ્બર મહિનાનું અંતિમ અઠવાડિયું વધ્યું છે. આ અંતિમ સપ્તાહમાં ચાર ગ્રહોનો ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. 25 સપ્ટેમ્બરનાં મંગળ ગ્રહનું કન્યા રાશિમાં ગોચર થાય છે અને 25 સપ્ટેમ્બરનાં જ શુક્રનો કન્યા રાશિમાં ઉદય થાય છે. આ પહેલાં સૂર્ય સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ થઇ રહ્યો છે. બુધ પહેલેથી જ કન્યા રાશિમાં છે. એવામાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ગ્રહ એક સાથે મળી ચતુર્ગ્રહી યોગ બનાવી રહ્યાં છે. એવામાં આવો જાણીયે, તમામ રાશિઓ પર આનો કેવો પ્રભાવ રહેશે.


મેષ- આપની રાશિથી છઠ્ઠા શત્રુભાવમાં મંગળનું જવું આપને ઋણ, રોગ અને શત્રુઓથી મુક્તિ અપાવશે. જોકે આ સમયમાં આપનો વ્યર્થનો પૈસાનો વ્યય થઇ શકે છે. કોર્ટ કચેરી મામલે નિર્ણય આપનાં અનુકૂળ આવશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


વૃષભ- આપની રાશિ માટે પંચમ ભાવમાં મંગળનો પ્રવેશ શિક્ષા-પ્રતિયોગિતામાં સફળતાની સાથે સાથે સંતાન સંબંધી ચિંતાથી પણ મુક્તિ અપાવશે. પ્રેમ સંબંધી મામલે આપને નિરાશ થવું પડશે. આ સમયમાં આપે સાવધાન રહેવું અને પોતાનાં કામ પર ધ્યાન આપવું.


મિથુન- આપની રાશિનાં ચતુર્થ ભાવમાં મંગળનું ભ્રમણ માનસિક અશાંતિ પેદા કરશે. આપને પારિવારીક કંકાસનો પણ સામનો કરવો પડી શકે. મિત્રો સાથે મધુર સંબંધ બનાવી રાખો. મકાન અને વાહનની ખરીદીનાં યોગ બને છે.


કર્ક- આપની રાશિ માટે મંગળ સાહસી અને પરાક્રમી છે. આપનાં દ્વારા લેવામાં આવેલાં નિર્ણય અને કાર્યની સરહાના થશે. આપની જીદ્દ અને ગુસ્સા પર નિયંત્રણ રાખશો. પરિવારમાં મતભેદ પેદા ન થવા દેતા.


સિંહ- આપની રાશિ માટે ધનભાવમાં મંગળનું ભ્રમણ આપને મિશ્ર પરિણામ આપશે. કારણકે, આપની રાશિ માટે તે મંગળ યોગ કારક બને છે. કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ તો આ યોગ સારો છે. કોઇ મોંઘી વસ્તુની ખરીદી આપ કરી શકો છો. આ સમયે આંખોની ખાસ કાળજી રાખવી.


કન્યા- આપની રાશિમાં મંગળની સાથે અન્ય ગ્રહોનો યોગ પણ ઉત્તમ લાભ આપે છે. પણ આ આપનાં ધૈર્ય અને સંયમની પરીક્ષા છે. ઉત્તમ છે કે, આપની રણનીતિને ગુપ્ત રાખો અને કાર્ય યોજનાઓને અંતિમ રૂપ આપો.


તુલા- આપની રાશિનાં બારમા ભાવમાં મંગળ વધુ વ્યય કરાવશે. યાત્રા અને દેશ-વિદેશમાં ફરવાનાં યોગ છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવો. દુર્ઘટનાથી બચવું. ઝઘડા વિવાદથી બચીને રહેવું.


વૃશ્ચિક- વૃશ્ચિક રાશિથી લાભ ભાવમાં મંગળનો પ્રવેશ આવકનાં સાધન વધારશે. અટકેલાં નાણાં પરત મળશે. કોઇ મોટી કાર્યયોજનાનું સંકલ્પ પૂર્ણ થશે. શાસન સત્તાનો ઉત્તમ ઉપયોગ કરી શકો છો. સમય અનુકૂળ છે લાભ ઉઠાવો.


ધન- આપની રાશિનાં દશમા કર્મભાવમાં મંગળનો પ્રવેશ પદ અને ગરિમામાં વૃદ્ધિ કરશે. કોઇ નવાં બોન્ડની પ્રાપ્તિ થવાનાં યોગ છે. વિદેશી વ્યક્તિ અથવા વિદેશી કંપનીથી લાભ લેવા ઇચ્છો તો સમય અનુકૂળ છે.


મકર- આપની રાશિનાં ભાગ્યભાવમાં મંગળનો પ્રવેશ ધાર્મિક કાર્ય પ્રત્યે જાગૃતતા વધારે છે તીર્થયાત્રા અને દેશ-વિદેશમાં ફરવાનાં યોગ છે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવાં કાર્ય વિસ્તારની સાથે સાથે નવાં અનુબંધ પણ હાંસેલ કરી શકો છો.


કુંભ- આપની રાશિનાં અષ્ટમભાવમાં મંગળ સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પાડે છે. આપનાં કાર્યક્ષેત્રમાં ઉચ્ચઅધિકારીઓથી મધુર સંબંધ બનાવીને રાખો. ષડયંત્રનો શિકાર થવાથી બચશો. માતા-પિતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.