વડોદરામાં સાંબેલાધાર વરસાદ, અનેક ટ્રેન કરાઈ રદ્દ, શાળા-કોલેજમાં અપાઈ રજા
શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને અસર પહોંચી કેટલીક ટ્રોનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રોનો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો


વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેર પાણી પાણી થઈ ગયું છે. સાંજના 6 વાગ્યાના આંકડા અનુસાર, શહેરમાં માત્ર 4 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો સહિત અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. જેની અસર જનજવન પર પડી છે.


શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને અસર પહોંચી કેટલીક ટ્રોનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રોનો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મળતી માહિતી મુજબ, 1. ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા, 2. 69107 - વડોદરા-અમદાવાદ, 3. 69118 દાહોદ-વડોદરા, 4. 19036 અમદાવાદ-વડોદરા મેમુ, 5. 19035 વડોદરા-અમદાવાદ મેમૂ, 6. 52035 જમ્બુર-પ્રતાપનગર નેરોગેજ ટ્રેન પણ રદ્ કરવામાં આવી છે.


ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં વરસાદનું પાણી ઠલવાતા નદીની સપાટી 11 ફૂટે પહોંચી ગઇ હતી. આ સાથે શહેરના ખાલીખમ તળાવો પણ ભરાઇ ગયા હતા. શહેરના માર્ગો ઉપર ભરાયેલા પાણીના પગલે શહેરી બસ સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી. તો ઓટોરિક્ષા ચાલકોને તડાકો થઇ ગયો હતો.