1/ 3


કિર્તેશ પટેલ, સુરત : સુરતનાં ઇનડોર સ્ટેડિયમ પાસે આવેલા પહાડી મહોલ્લામાં ઝાડ પડતા એક રાહદારીનું મોત નીપજ્યું છે. આ ઘટના ગઇકાલે રાતે બની હતી. દુર્ઘટના બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું. 39 વર્ષનાં ઇરોઝ રહેમાન ગુલામ મોહમદ ભોરનીયાને તરત જ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ તેને તપાસતાની સાથે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
2/ 3


આ ઝાડ વર્ષોથી ત્યાં જ અડીખમ ઉભુ હતું અને તે કયા કારણોસર નીચે પડ્યું છે તેની હાલ તપાસ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ યુવક ઉબેર નામની ફૂડ સપ્લાય કંપનીમાં કામ કરતો હતો. તે ગઇકાલે રાતે અડાજણથી ઘોડદોડ વિસ્તારમાં ફૂડ ઓર્ડર આપવા જઇ રહ્યો હતો ત્યારે જ આ ઘટના ઘટી હતી.