

મમતા બેનર્જીનો પ્રયાસ છે કે લોકસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ બાદ તૃણમૂલ કોંગ્રેસ સીટોના મામલે નંબર ત્રણ પર રહે. તેના માટે તેઓએ ખાસ રણનીતિ બનાવી છે, જે તેમના 42 સીટોના ઉમેદવારોની પસંદમાં પણ જોવા મળે છે. તેમની આ રણનીતિ ત્રણ સ્તર પર ચાલી રહી છે. મમતાએ પોતાનું સામ્રાજ્ય બચાવવા માટે જે દાવ રમ્યો છે તે પૈકી સૌથી મોટો છે બ્યૂટી ઓન ઇલેક્શન ડ્યૂટી. મમતાના આ માસ્ટર પ્લાન હેઠળ ગ્લેમરસ કલાકારોને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે.


મિમી ચક્રવર્તીને કોલકાતાના જાદવપુરથી ઉમેદવાર બનાવવામાં આવી છે. 30 વર્ષની મિમી ચક્રવર્તી બાંગ્લા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મિમી ટીવી સીરિયલ ગોનર ઓપારેથી ખૂબ જ લોકપ્રિય થઈ. આ સીરિયલની શરૂઆતની સ્ક્રિપ્ટ ઋતુપર્ણો ઘોષે લખી હતી. શો રવીન્દ્રનાથ ટાગોરને ટ્રિબ્યૂટ હતી જેમાં મિમીએ પ્યૂપનું પાત્ર ભજવ્યું હતું. શોની સફળતા બાદ મિમી બાંગ્લા ફિલ્મોમ તરફ આગળ વધી.


મિમીની પહેલી હિટ ફિલ્મ બોઝે ન સે બોઝે ન છે. તેમણે પ્રોલોય, ગોલ્પો સૈટી, પોસ્તો, સુધો તોમારી જાન્યો જેવી ફિલ્મો કરી. મિમીની અત્યાર સુધી રાજકારણ સાથે કોઈ સંબંધ નથી રહ્યો. જાદવપુર લોકસભા સીટ તૃણમૂલ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ સીટ છે. આ સીટ પરથી મમતા બેનર્જીએ 1984માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી જીતી હતી.


મમતાની ગ્લેમરસ રણનીતિમાં બીજું નામ છે નુસરત જહાં. નુસરત પણ બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ લોકપ્રિય એક્ટ્રેસ છે. તેમણે અનેક મોટી બેનર અને ટોપ સ્ટાર્સની સાથે કામ કર્યું છે.


નુસરત મોડલિંગ બાદ 2011માં ફિલ્મોમાં આવી. નુસરતની પહેલી ફિલ્મ જીત હતી. ત્યારબાદ તેમણે ક્રિસક્રોસ, બોલો દુગ્ગા મૈકી, કેલોર કીર્તિ, હર હર બ્યોમકેશ, જમાઈ 420માં કામ કર્યું છે.


આવી જ રીતે લોઢાથી લોઢાને કાપવા માટે મમતા બેનર્જીએ આસનસોથી મુનમુન સેનને મેદાનમાં ઉતાર્યા છે. અહીં બીજેપી તરફથી કેન્દ્રીય મંત્રી અને ગાયક બાબુલ સુપ્રિયોને ફરીથી ચૂંટણી લડવી નક્કી માનવામાં આવે છે.