ડિલીવરી પછી વજન વધવાની સમસ્યા ઓછી કરશે આ 5 યોગાસન
ગ્નેન્સીની તકલીફોમાંથી બહાર નીકળ્યા બાદ બાળકની જેમ મા ને પણ સંભાળની ઘણી જરૂર હોય છે. ડિલીવરી પછી મહિલાઓને મૉર્નિંગ સિકનેસ, કમરની આજુ બાજુ દુખાવો થવો અને ગર્ભાવ્સથા દરમિયાન વજન વધવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે પોષણ યુક્ત આહારની સાથે સાથે યોગાસનની પણ જરૂર હોય છે.


મહિલાઓના જીવનમાં મા બન્યા બાદ ઘણા બદલાવ આવે છે. આ બદલાવ બાદ શારીરિક અને માનસિક બંને રૂપે થાય છે. પ્રેગ્નેન્સીની તકલીફોમાંથી બહાર નીકળ્યા બાદ બાળકની જેમ મા ને પણ સંભાળની ઘણી જરૂર હોય છે. ડિલીવરી પછી મહિલાઓને મૉર્નિંગ સિકનેસ, કમરની આજુ બાજુ દુખાવો થવો અને ગર્ભાવ્સથા દરમિયાન વજન વધવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓમાંથી બહાર આવવામાટે પોષણ યુક્ત આહારની સાથે સાથે યોગાસનની પણ જરૂર હોય છે. આવો આપને જણાવીએ આ યોગાસનો વિશે, જેની મદદથી ડિલીવરી પછી મહિલાઓ પોતાનું વજન ઓછું કરી શકે છે.


પશ્ચિમોત્તાસન- પશ્ચિમોત્તાસન તમારા કમરની ચરબીને ઓછું કરવા માટે મદદ કરશે. આ આસનને નિયમિત કરવાથી શરીરની વધારવાની ચરબી ઓગળવા લાગે છે અને શરીરમાં રક્તપ્રવાહ સુધરે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.


હલાસન- હલાસન એક શ્રેષ્ઠ યોગાસન છે. આ આસન કરવું થોડું અઘરું છે, પરંતુ ઘણું લાભકારી છે. તે કમર, હીપ્સ અને પેલ્વિક એરિયા માટે ઘણું ફાયદાકારક છે. આ યોગાસન શરીરને લચીલું બનાવવાની સાથે વજન પણ ઓછું કરે છે. અને ચામડીમાં પણ નિખાર આવે છે.


ભુજંગાસન- આ આસન કરવાથી પેટ મજબૂત બને છે. આ આસન કરવા માટે પેટના બળે સૂઈ જાવ. અને પોતાની હથેળીઓને પોતાના ખભાની બાજુમાં લઈ જાવ. આ દરમિયાન બંને પગ વચ્ચે અંતર રાખો અને પગને સીધા ટટ્ટાર રાખો. હવે શ્વાસ ભરી શરીરના આગળના ભાગને નાભી સુધી ઉઠાવો.


અનુલોમ-વિલોમ- ડિલીવરી બાદ અનુલોમ-વિલોમ પ્રાણાયામ તમારા મન-મસ્તિષ્કના સ્વાસ્થ્યમાં સુધાર અને મનોદશામાં સકારાત્મક પરિવર્તન લાવે છે. સાથે જ તે શ્વસનતંત્રને સુદ્રઢ બનાવે છે.


વીરભદ્રાસન- આ મુદ્રા તમારી પીઠને ખેંચે છે અને જાંઘો, નિતંબ અને પેટને ટૉન કરે છે. તે તમારા મધ્ય ભાગમાંથી ચરબી ઓગાળવામાં મદદ કરશે. તે માટે સીધા ટટ્ટાર ઉભા થઈ જાવ. પછી જમણા પગને 2 થી 4 ફીટ આગળ લઈ જાવ. ડાબા ઘૂંટણને થોડો વાળો. ધ્યાન રાખો કે ડાબો પગ સીધો જ રહે. ઊંડો શ્વાસ લઈ બંને હાથ ઉપર કરો. ખભાને આરામદાયક સ્થિતિમાં રહેવા દો અને બંને કાનને ખભા પાસે ન આવવા દો. પછી શ્વાસ ધીમે ધીમે છોડી પૂર્વાવસ્થામાં આવી જાવ. આ જ પ્રક્રિયા ડાબા પગથી અનુસારો.