અંકિત ઘોનસિકર, વડોદરા: અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો (extra marital affair) બંધાવવા એ સામાન્ય બાબત બની ગઈ છે. આવા સંબંધોમાં ઉંમર કે નાતજાત પણ જોતા નથી. ત્યારે વડોદરામાં (vadodara news) એક એવા ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં બે બાળકોની માતા એક 18 વર્ષના પ્રેમી (two kilds mother love affair) સાથે ફરાર થઈ ગઈ હતી. અને એટલું જ નહીં ઘરમાંથી ચાર તોલા સોનું પણ લઈને ગઈ હતી. પતિએ જાણવા જોગ બાદ નોંધાવ્યા છતાં પત્નીને કોઈ ભાળ ન મળતાં પતિએ પોલીસ કમિશ્નરને (Commissioner of Police) અરજી કરી હતી.
અરજી આપનાર યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ધો-12 પાસ 24 વર્ષિય અંજલીને તેનાથી નાની ઉંમરના અને ધો-10 નાપાસ સાથે પ્રેમ થયો હોવાની વાતો છેલ્લાં કેટલાક સમયથી અમારા ધ્યાનમાં આવી હતી. અંજલી એકલી હોય ત્યારે યુવક ઘરે પણ તેને મળવા આવતો હોવાની વાત જાણવા મળી હતી. જોકે, અંજલીએ તેના પર ખોટા આક્ષેપ કરાય છે એવી ફરિયાદ સાસરીયાને કરી હતી.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, યુવકની કોઈ કમાણી નથી અને નથી કોઈ બેંક બેલેન્સ આ વિગતો તેના માતા-પિતા પાસેથી જ જાણવા મળી છે. જ્યારે બીજી તરફ અંજલી આશરે 4 તોલા દાગીના લઈને ઘરેથી નીકળી હતી. બંને જણા પહેલા માંડવી ગયા હતાં અને માંડવી ખાતે કોઈ જ્વેલર્સને દાગીના વેચીને દોઢ-બે લાખ રૂપિયા મેળવ્યા હોય તેવી આશંકા છે.