હર્ષના કાકાને પોતાના યુવાન ભત્રિજાને ગુમાવતા ભારે દુઃખ થઈ રહ્યું છે, તેમણે કહ્યું કે, વિકાસના કામો બધા સારા થાય છે. પરંતુ અમારી એટલી પ્રાર્થના છે કે બ્રિજની જે પાળી છે તેને થોડી ઊંચી કરવી જોઈએ જેથી કરીને અકસ્માતની ઘટના રોકી શકાય. તેમણે કહ્યું કે, દિવાલ ઊંચી હોય તો અકસ્માતમાં નાની-મોટી ઈજા થાય પરંતુ કોઈએ જીવ ના ગુમાવવો પડે.