Home » photogallery » madhya-gujarat » Vadodara Weather: જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Vadodara Weather: જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજ્યમાં વરસાદ પડવાની આગાહીના પગલે વડોદરા જિલ્લામાં ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ,વરસાદ પડવાના કારણે વહેલી સવારથીજ વાતાવરણમાં ઠંડક પ્રસરી,આગામી 4-5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.જિલ્લામાં અત્યાર સુધી 2 ઈંચ વરસાદ પડ્યો છે.

विज्ञापन

  • 15

    Vadodara Weather: જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    નિધિ દવે/વડોદરા:રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગના સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ (Gujarat rain forecast) રહેશે. અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના (Ahmedabad Heavy rain forecast) છે. ​​​​​​​

    MORE
    GALLERIES

  • 25

    Vadodara Weather: જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    વડોદરા જિલ્લામાં ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ,શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં વરસાદ પડવાની આગાહીના પગલે વડોદરા જિલ્લામાં ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે.ગઈકાલ રાતથીજ વરસાદ શરૂ થતા આજે શહેરીજનો ઘરમાજ અટવાયા હતા.સતત વરસાદ પડવાના કારણે વહેલી સવારથીજ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

    MORE
    GALLERIES

  • 35

    Vadodara Weather: જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    આગામી 4-5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. ગુજરાત રાજ્યમાં આગામી 4-5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા શહેરમાં 8-9 અને 11 જુલાઈ દરમિયાન ભારે વરસાદ વરસે તેવા પરિબળો સર્જાયાં છે. ગુજરાત પર સ્થિર થયેલા લો પ્રેશરના પગલે વડોદરામાં પણ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજરોજ તારીખ 8 ને શુક્રવારે વરસાદ વરસી રહ્યો છે. 

    MORE
    GALLERIES

  • 45

    Vadodara Weather: જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    અમુખ જગ્યાએ વધુ પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં પડી રહેલા વરસાદને પદલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.અમુખ જગ્યાએ વધુ પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદની સાથ સાથે પવનની ગતી વધુ હોવાના કારણે ઝાડ પડી જવાની સંભાવના છે.જિલ્લામાં અત્યાર સુધી 2 ઈંચ વરસાદ પડ્યો છે.તદુપરાંત વરસાદ વરસવાની સંભાવના 90% જેટલી રહેલ છે.આજરોજ આખો દિવસ આ પ્રકારે જ વાતાવરણ સર્જાયેલું રહેશે.

    MORE
    GALLERIES

  • 55

    Vadodara Weather: જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    શહેરમાં લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયો છે. આજરોજ શુક્રવારે શહેરમાં લઘુતમ તાપમાન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 88% જેટલું નોંધાયેલ છે. તથા હવાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની નોંઘાઈ છે. આવતીકાલ શનિવારે વડોદરા શહેરનું લઘુતમ તપામન 27 ડિગ્રી તથા મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાઈ શકે છે. જેમાં ભેજનું પ્રમાણ 89% તથા હવાની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની નોંધવાની સંભાવના રહેલી છે.

    MORE
    GALLERIES