એસઓજીએ બંનેની પૂછપરછ કરતા તેમણે આ ગાંજો મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાંગલી તાલુકાના મહાદેવથી મનીષ ઉર્ફે મનોજ નારચ પાસેથી લીધો હતો અને વિસનગર ખાતે રહેતાં બાબુશાહ ફકીરને આપવા જતા હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ધુલિયાથી 547 કિલોમીટર દૂર આવેલા વિસનગરમાં માલ આપવા જઈ રહેલા આ નશાના સોદાગરને પોલીસે વડોદરા નજીકથી જ ઝડપી પાડીને નશાના સોદાગરોનો ખેલ ખલાસ કરી નાખ્યો છે.