વડોદરા: જિલ્લાનાં પાદરામાં સામાજિક પ્રસંગમાં ખીર ખાતા ફૂડ પોઇઝનિંગ થતા ચકચાર મચી જવા પામી છે. જેમાં 120થી વધુ લોકોને અસર થઇ છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જેના પગલે મોડી રાત્રે જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું હતુ. જિલ્લા કલેકટર એ. બી. ગોર, ડેપ્યૂટી કલેક્ટર મયંક પટેલ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. સદનસીબે, આમાંથી કોઇની તબિયત ગંભીર નથી. તમામ લોકોને સારવાર મળી રહી છે.
આ અંગે પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગે ખીર ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગ થતા 120 જેટલા લોકોની તબિયત બગડી હતી. જેથી તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અનેકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી દવાખાને દોડી આવ્યા હતા. આરોગ્ય વિભાગની પુષ્ટી કરતા જણાવ્યું છે કે, હાલ તમામની હાલત સ્થિર છે.
આ અંગે માહિતી આપતા પાદરાના આગેવાને જણાવ્યુ હતુ કે, પાદરામાં મુસ્લિમ સમાજનો ધાર્મિક પ્રસંગ હતો. જેમાં પ્રસાદી આપવામાં આવી હતી. જે ખાધાનાં અડધા કલાક બાદ 123 લોકોને તેની અસર થઇ હતી. તાત્કાલિક પાદરા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ-હિન્દુ સમાજની એકતા દેખાઇ હતી. જેના કારણે લોકોને તાત્કાલિક સારવાર મળી ગઇ છે.