વડોદરા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગઠિયાઓ દારૂ ઘુસાડવાની અવનવી રીતો અપનાવતા થયા છે. વડોદરામાં પણ ફિલ્મી સ્ટાઇલમાં દારૂ છુપાવવાનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. વડોદરા ગ્રામ્ય એલસીબીએ કારના બમ્પર તથા પાર્કિંગ લાઈટમાં ફિલ્મી સ્ટાઇલથી દારૂનો છુપાવેલો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, આ ગઠિયાઓની કારીગરી જોઇને એકવાર પોલીસ પણ હેરાન થઇ ગઇ હતી. રાજસ્થાનથી બે શખ્સો કારમાં દારૂ લાવવાના હોવાની વાતની આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે કારને આંતરી બે લોકોને ઝડપી પાડ્યા હતા.